Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ટીમ ઈન્ડિયાને બીસીસીઆઈ દ્વારા રૂ।. ૧૩૧ કરોડનું બમ્પર ઈનામ

ટી-ર૦ વર્લ્ડકપની ચેમ્પિયન

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૦: બીસીસીઆઈ દ્વારા વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે ૧૩૧ કરોડનું બમ્પર ઈનામ જાહેર કરાયું છે.

આઈસીસી મેન્સ ટી-ર૦ વર્લ્ડ કપ ર૦ર૬ માં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ૧૦ માર્ચ, મંગળવારના ટીમ ઈન્ડિયા માટે ૧૩૧ કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

આ માતાબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦ર૪ માં વર્લ્ડ કપ જીત્યા પછી ટીમને ૧રપ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં, જેની સરખામણીએ આ વખતે ૬ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમે રવિવાર, ૮ માર્ચના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને ૬૯ રને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ જીત સાથે ભારત ટી-ર૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બીજી વાર ખિતાબ જીતનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ભારતે પોતાનો ખિતાબ સફળતાપૂર્વક ડિફેન્ડ કરીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે.

આ શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્ડિયા હવે ટી-ર૦ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ ૩ વાર (ર૦૦૭, ર૦ર૪ અને ર૦ર૬) આ ટ્રોફી જીતી છે. અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ ર-ર વાર આ ખિતાબ જીતી ચૂક્યા છે, પરંતુ હવે ભારત ૩ ખિતાબ સાથે મોખરે છે. બીસીસીઆઈ એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial