Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી-પરીક્ષા

અરજદારો ૨૦ માર્ચ સુધીમાં અરજી કરી શકશેઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૨: જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આગામી જુલાઈ-ર૦ર૬ માં યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઈચ્છતા અરજદારો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડીજીટી ન્યુદિલ્હીની નવી માર્ગદર્શિકા મુજબ લાયકાત ધરાવતા સીઓઈ, જીસીવીટી અને એસસીવીટી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સંસ્થાના પૂર્વ તાલીમાર્થીઓ તેમજ એનસીવીટી ટ્રેડ પાસ કર્યા બાદ એલાઈડ ટ્રેડની પરીક્ષામાં બેસવા ઈચ્છતા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકશે. આ ઉપરાંત નિયત શૈક્ષણિક લાયકાત અને માન્ય અનુભવ ધરાવતા અરજદારો એપ્રેન્ટીસશીપ એક્ટ હેઠળ નોંધાયેલા એકમોના તાલીમાર્થીઓ તેમજ લઘુ, મધ્યમ કે સરકારી એકમો અને ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા સંસ્થાનોમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ આ કસોટી માટે પાત્ર ઠરે છે.

રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા અરજદારોએ આગામી તા ર૦-૩-ર૦ર૬ સુધીમાં આઈટીઆઈ જામનગરમાં કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજદારે પોતાની સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, વ્યવસાયિક પ્રમાણપત્રો અને અનુભવના દસ્તાવેજો સાથે રાખી નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. ખાનગી ઉમેદવારો તરીકેની પાત્રતા અને અન્ય વિસ્તૃત વિગતો સંસ્થામાંથી મેળવી શકાશે. વધુમાં, ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ જો સંસ્થાની એફિલેટેડ બેઠકોના ૧૦ ટકા કરતા વધુ અરજીઓ પ્રાપ્ત થશે, તો પ્રિ-ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને તેમાં મેરિટમાં આવનાર ઉમેદવારો જ ફાઈનલ પરીક્ષામાં બેસવા પાત્ર થશે, તેમ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial