Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયામાં મહિલા સુરક્ષાની કાનૂની જોગવાઈઓ અંગે યોજાયો માર્ગદર્શક સેમિનારઃ વિસ્તૃત માહિતી અપાઈ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા  દ્વારા મહિલાઓના કાનૂની હક્કો વિશે જાગૃત કરવા અને સુરક્ષિત કાર્યસ્થળ માટે માર્ગદર્શન પૂરૃં પાડવાનાં હેતુથી ડો. આર.એન. વારોતરીયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ- ખંભાળીયામાં કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત જાગૃતિ સેમિનારનું યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. ચંદ્રેશકુમાર ભાંભી દ્વારા જાતિય સતામણી અંગેની વિવિધ કાયદાકીય જોગવાઈઓ તેમજ આજના ટેક્નોલોજીના યુગમાં એઆઈના માધ્યમથી થતી જાતિય સતામણી અને તેના દુષ્પરિણામો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી પધારેલા વકીલ ગોપીબેન મુન્દ્રા દ્વારા કાયદાની વિવિધ કલમો અને જોગવાઈઓ તેમજ મહિલાઓને મળતી મફત કાનૂની સહાય વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

દહેજ પ્રતિબંધક અને સહ રક્ષણ અધિકારી પ્રફુલ.પી. જાદવ દ્વારા દહેજ પ્રતિબંધક અધિનિયમ અને ઘરેલુ હિંસા અધિનિયમની વિવિધ જોગવાઇઓ અને તે અંતર્ગત મળતી વિવિધ સહાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં.

ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં ડીસ્ટ્રીકટ કો-ઓર્ડિનેટર દિવ્યાબેન બારડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ચાલતા તમામ પ્રકલ્પોના કર્મચારીઓ તથા કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ હાજર રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial