
હોટલ-રેસ્ટોરન્ટ-કેટરીંગ વ્યવસ્થાને અસર થઈ શકેઃ
દ્વારકા તા. ૧૨: વિશ્વમાં ચાલી રહેલા ઈઝરાલય-ઈરાન-અમેરિકાના યુદ્ધની ગંભીર અસર સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના બિઝનેસને મોટાપાયે થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
દ્વારકામાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે. હાલના સંજોગમાં એલપીજી ગેસની અછતની સ્થિતિમાં દ્વારકામાં રોજગારી તથા અન્ય વેપાર-ધંધાઓને માઠી અસર થવાની શક્યતા છે.
છેલ્લા બે દિવસથી દ્વારકાની હોટલો અને રેસ્ટોરન્ટો સાથે સંકળાયેલા ધંધાર્થીઓ ગેસના બાટલા શોધવા શહેરના ખૂણે ખૂણે ઘૂમી રહ્યા છે. કેટલાક હોટલ-રેસ્ટોરન્ટવાળાઓએ મર્યાદિત લિસ્ટ સાથે ધંધો કરવાનું નક્કી કર્યું છે.
દ્વારકામાં જગતમંદિરના શિખરે દરરોજ છ ધ્વજારોહણના પ્રસંગ ઉજવાય છે. આ ધ્વાજાજીના મનોરથીઓ તેમના સગા-સ્નેહીઓ સાથે મોટી સંખ્યામાં આવે છે અને તેમના ભોજન-ભંડારાના કામકાજ કેટરીંગના વ્યવસાયકારો કરે છે. હાલની અસપીજી ગેસની અછત સર્જાવાની ભીતિ સાથે હાંફળા-ફાંફળા થઈ ગયા છે. આથી અમુક ધંધાર્થીઓએ તો કોલસા અને લાકડાથી રસોડા કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
દ્વારકા યાત્રાધામમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત અન્ય નાના-મોટા એકસો જેટલા મંદિરો આવેલા છે, તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી અનેક ધાર્મિક સંસ્થાઓ આવેલી છે. તેમને પણ ગેસની અસર થશે. જો વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ લાંબો સમય ચાલશે તો દ્વારકામાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની અને ધંધા-રોજગારને માઠી અસર થવાની શક્યતા ચિંતાજનક બની રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial