Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામજોધપુરના ફૂલનાથ પાસે જળસંચયના કામનો પ્રારંભ

રોટરી કલબ જામનગર અને બીજેએસ જૈન સંગઠન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જળસંચયના આહ્વાનને ઝીલી રોટરી કલબઓફ જામનગર અને બીજેએસ-જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા જિલ્લાના ૨૮થી વધુગામોને પસંદ કરી તળાવ,ચેકડેમ જેવા જળસ્તોત્રોમાંથી માટી કાંપ કાઢી દરેક ગામમાં ૧.૨૫ કરોડ લીટથી વધુ વર્ષા-જળસંચય થાય તેવું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ શ્રૃંખલામાં જામજોધપુર તાલુકાના વિખ્યાત ફૂલનાથ મહાદેવ મંદિર પાસે તળાવમાંથી માટી-કાંપ દૂર કરી જળસંગ્રહ ક્ષમતા વધારવાના કાર્યનું મુહૂર્ત ૮મી માર્ચે ફૂલનાથ મહાદેવ મંદિરના મહંતના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સડોદરના સરપંચ, સડોદરના જૈન અગ્રણી મધુભાઈ મહેતા, ધુન ધોરાજીના અગ્રણી મોહિતભાઈ અજુડીયા, જિ. પં.ના અધિકારીઓ તથા જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના પ્રમુખ જીગ્નેશભાઈ શાહ, નવીનભાઈ કોઠારી, આશિષ દોશી, કૌશલભાઈ મોદીની ઉપસ્થિતિમાં મહંત સુંદરનાથ બાપુના આશીવર્ચન અને નવકાર મંત્રના પઠન સાથે જળસંચયના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

જળસંચયના આ કાર્યથી આ વિસ્તારમાં એક કરોડથી વધુ વર્ષા જળસંચિત થતા જે આસપાસના અનેક લોકોને તથા પશુ-પક્ષી, ઢોર-ઢાંખર માટે મૂલ્યવાન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial