
સ્કૂટરમાં દારૂ લઈને જતો શખ્સ ઝડપાયોઃ
જામનગર તા. ૧૨: જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાંથી ગઈકાલે પોલીસે એક શખ્સને સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડ્યા પછી કૃષ્ણનગરમાં આવેલા એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ અને ત્રીસ ચપલા કબજે લીધા હતા. જ્યારે દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરીવાસમાંથી એક બોટલ મળી આવી હતી.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલા મેહુલ નગર રોડ પર એમ્યુજમેન્ટ પાર્ક પાસે ક્રિષ્ના નગર વિસ્તારમાં એક શખ્સના મકાનમાં ઇંગલિશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સીટી સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે ગઈકાલે સાંજે ત્યાં આવેલા યુવરાજસિંહ અનોપસિંહ ભટ્ટી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાસી લેતા મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની છ બોટલા અને ૩૦ ચપલા પણ ઝડપાયા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી દરોડા પહેલાં નાસી ગયેલા યુવરાજસિંહની શોધ હાથ ધરી છે.
જામનગરના કૃષ્ણનગરની શેરી નંબર ત્રણમાંથી ગઈકાલે સાંજે પસાર થઈ રહેલા સચિન દિલીપભાઈ રાઠોડ નામના જીજે ૧૦ ડી જે ૯૬૨૯ નંબરના સ્કૂટરને રોકાવી પોલીસે ચેક કરતા સ્કૂટરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી પોલીસે બોટલ તથા સ્કૂટર કબજે કરી સચિન રાઠોડની ધરપકડ કરી છે
જામનગરના દિગ્જામ વૂલન મીલ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક નજીકના બાવરીવાસમાં દીપુ કમલભાઈ વઢીયાર નામના બાવરી શખ્સના ઝૂંપડામાં પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની એક બોટલ કબજે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial