Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં ૪ દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગરપાલિકા

જરૂરી નોટિસ આપ્યા પછી એસ્ટેટ શાખા દ્વારા પાડતોડ કરવામાં આવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨:  જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં મહાનગર પાલિકાની મંજૂરી વગર કરવામાં આવતું દુકાનનું  બાંધકામ આજે મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

જામનગર શહેર વિસ્તારમાં  કોઈપણ પ્રકારનું બાંધકામ કરવામાં આવતા પહેલા મહાનગર પાલિકા પાસે બાંધકામ પરવાનગી મેળવવી ફરજિયાત છે.ત્યારે આજે પાંચ હાટડી વિસ્તાર, મણિયાર શેરીમાં ગેરકાયદે ચાલતા ચાર દુકાનના બાંધકામને મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. અને આશરે ૫૫૦ ફૂટ જગ્યાં ખુલ્લી કરાવાઈ હતી.

દુકાનોનું ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાની માહિતી મળતા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અબ્દુલ લુસવાલા નામના આસામીને નોટીસ પાઠવાઈ હતી. અને મંજૂરીના આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ કોઈ પુરાવા રજૂ નહીં થતાં બાંધકામ તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી આજે સવારે એસ્ટેટ વિભાગના અધિકારી અનવર ગજણ  અને તેની ટીમ દ્વારા ચારેય દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial