Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

અમેરિકામાં ગુજરાતી મૂળના બે ડેન્ટિસ્ટો મેડિકલ ફ્રોડના કેસમાં દોષિતઃ એફબીઆઈ

મનીલોન્ડરીંગ, હેલ્થકેર, એચ-૧ બી વિઝા કૌભાંડોનો આરોપ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧રઃ મૂળ ગુજરાતના ગણાતા બે ડેન્ટિસ્ટો પર કૌભાંડોના આક્ષેપો પછી તેની સામે થયેલા કેસમાં દોષિત ઠહેરાવાથી તેઓને લાંબી સજા થઈ શકે છે, તેવા મીડિયા અહેવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

પ્રેસ અને મીડિયામાં ચર્ચાતા અહેવાલો મુજબ અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી મૂળના ડેન્ટિસ્ટોને મલ્ટિ-સ્ટેટ રેકેટિયરિંગ કાવતરા અને વિવિધ પ્રકારની છેતરપિંડીના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ભાઈઓએ મેડિકલ ફ્રોડ સહિતના અનેક કૌભાંડો કરીને કરોડો ડોલરની કમાણી કરી હતી તેવા આરોપો મૂકાયા હોવાનો ઘટસ્ફોટ એફબીઆઈને ટાંકીને કરાઈ રહ્યો છે.

મીડિયાના માધ્યમથી થતી ચર્ચા મુજબ ભાસ્કર સવાણી ડેન્ટલ પ્રેક્ટિસનું સંચાલન કરતા હતાં, જ્યારે તેમના ભાઈ અરૂણ સવાણી ઓપરેશન સાથે જોડાયેલ નાણાકીય અને રિયલ એસ્ટેટનું સંચાલન કરતા હતાં. નવાઈની વાત તો એ છે કે, તપાસ એજન્સીઓની નજરમાં હોવા છતાં આ બન્ને ભાઈઓ સોશિયલ મીડિયા પર કાશ પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓ સાથેના ફોટો શેર કરીને રૂઆબ બતાવતા હતાં. વર્ષ ર૦ર૩ માં તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ હતી, જેના અંતર્ગત હવે જુલાઈ ર૦ર૬ માં તેમને સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં ભાસ્કરને ૪ર૦ વર્ષ અને અરૂણને ૪૧પ વર્ષની લાંબી જેલની સજા થઈ શકે છે.

એચ-૧બી વિઝા કૌભાંડ હેઠળ ભારતીયોને નોકરીએ રાખવાના બહાને ખોટી અરજીઓ ફાઈલ કરવી અને તેમની પાસેથી ગેરકાયદેસર ફી વસૂલવી તથા મેડિકલ ફ્રોડ હેઠળ મેડિકેડના કોન્ટ્રાક્ટ રદ્ થયા હોવા છતાં અન્યના નામે વ્યવસાય બતાવીને મેડિકેડ પાસેથી આશરે ૩ર મિલિયન ડોલર (૩ કરોડ ડોલર) થી વધુની છેતરપિંડીના આક્ષેપો મૂકાયા છે.

તે ઉપરાંત હેલ્થકેર ફ્રોડ હેઠળ જે ડોક્ટરો અમેરિકામાં ન હોય તેમના નામનો ઉપયોગ કરીને ખોટા બીલ બનાવવા અને બિનઅનુભવી લોકો પાસે સારવાર કરાવવી, મની લોન્ડરીંગ હેઠળ યેતરપિંડીથી મેળવેલા પૈસાને છૂપાવવા માટે અનેક બેંક ખાતાઓ દ્વારા જટિલ નેટવર્ક ઊભું કરવું તથા આશરે ૧.૬ મિલિયન ડોલરની વ્યક્તિગત આવકઅને કર્મચારીઓના પગાર પર ટેક્સ ન ચૂકવવો તેવા આક્ષેપો મૂકાયા હતાં. આ ઉપરાંત ઘરના ખર્ચાઓ અને બાળકોની કોલેજ ફી પણ બિઝનેસના નામે બતાવીને છેતરપિંડીનું તહોમત મૂકાયું હતું.

તે ઉપરાંત દર્દીઓની જાણકારી કે સંમતિ વિના જ તેમના પર માનવ ઉપયોગ માટે અયોગ્ય એવા ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરવાનો પણ કેસ છે. આ ઉપરાંત તેમની સહયોગી એલેક્ઝાન્ડ્રા રાડોમિયાકને પણ દોષિત ઠેરવવામાં આવી છે, જેને ૪૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આટલી મોટી સજાની જોગવાઈ અને કૌભાંડની વિગતોએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial