Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

આ અમદાવાદ છે...

અમદાવાદના દવાખાનામાં એક વસ્તુ ઘણીવાર જોવા મળે છે કે પોતાનું ચેકઅપ થઈ જાય એટલે દર્દી ડોક્ટરને પૈસા આપવાના બદલે પહેલા એક રિક્વેસ્ટ કરશે કે, *મારૃં ચેક અપ થઈ જાય પછી આમને પણ જરા જોઈ લેજો ને...!*

*આવું ન ચાલે ભાઈ. દરેકનો કેસ જુદો કઢાવવો પડે...*

*અરે સાહેબ, આને તો ખાલી જોવાનું જ છે કે....*

*ભાઈ સાહેબ, તમે ચાની કીટલીએ ચા પીવા જાવ, ત્યાં એક ચા પીવો અને તેના પૈસા ચૂકવો એટલે વાત ખતમ. પછી બીજી વાર ચા પીવો તો મફત મળશે ?* ડોક્ટરે મુદ્દાની વાત કહી.

અમદાવાદ તો એકદમ અનોખું છે, અને અમદાવાદી મિજાજ પણ. દિલ્હીમાં ૧૦ વર્ષ સુધી સરદાર મનમોહન સિંહની સરકાર હતી. ત્યારે બધા એક જ વાત સમજતા અને કહેતા કે, *ન બોલ્યામાં નવ ગુણ..* એટલે સુધી કે મનમોહન સિંહનું નામ પણ પડી ગયેલું *મૌની બાબા*. મૌન તેમને એટલું બધું પ્રિય હતું કે તેમણે ૨૦૧૪માં તેમના પછી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને અભિનંદન પણ મિસ કોલ કરીને આપેલા..!

પછી તો અમદાવાદે નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીતાડીને દિલ્હી મોકલ્યા. બસ તે દિવસથી બધાના મોઢામાં એક જ વાત છે, *બોલે એના બોર વેચાય..*

પહેલા તો દસ વર્ષ સુધી દેશ આખો સાઇલેન્ટ મોડમાં હતો. હવે નરેન્દ્ર મોદીના આવ્યા પછી દેશ આખો વાઇબ્રન્ટ મોડમાં આવી ગયો છે.

અમદાવાદમાં એક પાર્ટી પ્લોટ માં ભવ્ય મેરેજ ફંક્શન હતું. નટુને પણ તેમાં આવવાનું ઇન્વિટેશન હતું. નટુ ત્યાં એકલો જ જમવા પહોંચી ગયો. રિસેપ્શનમાં સ્વાગત કરી રહેલા યજમાને પૂછ્યું, *નટુભાઈ, કેમ તમે એકલા જ જમવા આવ્યા   છો ?*

જવાબમાં નટુએ ઇન્વિટેશન કાર્ડ દેખાડ્યું, કે જેમાં લખ્યું હતું *રિસેપ્શનમાં જમવાનું એક વ્યક્તિ માટે.!*

હસતા હસતા યજમાન બોલ્યા, *એ તો ભૂલથી લખાઈ ગયું લાગે છે, બાકી તમારે તો બધાએ જમવા આવવાનું હોય !!*

*હું જાણતો જ હતો કે આમાં કંઈક ભૂલ છે, એટલે બધાને સાથે લઈને જ અહીં જમવા આવ્યો છું..! ઊભા રો, બોલાવી લઉં છું બધાને..!!*

કહે છે કે અંજીર ખાવાથી શરીરમાં શક્તિ આવે, અને બદામ ખાવાથી માણસ બુદ્ધિશાળી થાય. અફઘાનિસ્તાનમાં અંજીર અને બદામની ખેતી ખૂબ જ થાય છે. અને ખૂબ જ પાકે છે પણ ખરા. હું પણ અંજીર બદામની આ સુંદર ક્વોલેટીમાં માનું છું પણ ખરો.

પરંતુ આજકાલ દુનિયા આખીમાં ડંકો તો અંબાણી ને અદાણીનો વાગે છે, માટે જ કહું છું કે બીજી બધી ચિંતા છોડો અને ગાંઠીયા-જલેબી ખાવ અને જલસા કરો...

અમદાવાદમાં રખડતા ભટકતા ઢોરનો ત્રાસ પણ ઘણો. વાહન ચાલકો ટ્રાફિક પોલીસથી જેટલા ન બીવે એટલા આ રખડતા ઢોરથી બીવે.

આ ઢોરને મુકવા અને હાંકવા તેના માલિકો સ્કૂટર પર આવે, કારણ કે તેમના માટે પેટ્રોલ તો પાણીના ભાવે આવતું હોય છે -- કારણ કે દૂધમાં તેઓ જે પાણી ભેળવે છે તે પાણીના પૈસાથી જ આ પેટ્રોલ આવે છે.

હવે તમે જ કહો, પાણીના ભાવે પેટ્રોલ મળ્યું કહેવાય કે  નહીં...?!

વિદાય વેળાએ : આજકાલ આશીર્વાદ આપતા પણ બે વખત વિચાર કરવો પડે છે.

"સદા સુખી રહો" એવા આશીર્વાદને કારણે પણ ઘણાં મુરતિયા કુંવારા રહી જાય છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial