Sensex

વિગતવાર સમાચાર

જામ દેવરીયામાં સમસ્ત બદીયાણી પરિવાર દ્વારા શાંતિ હવન (યજ્ઞ) યોજાશે

આગામી તા. ૨૦મી માર્ચના ધાર્મિક આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ દેવરીયામાં આગામી તા.૨૦.૩.૨૦૨૬ને શુક્રવારના સમસ્ત બદીયાણી પરિવારના શાંતિ હવન (યજ્ઞ) સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત બદીયાણી પરિવારના દેવસ્થાન જામ દેવરિયામાં તા. ૨૦.૩.૨૦૨૬, ચૈત્રી બીજ ને શુક્રવારના શાંતિ હવન (યજ્ઞ) તેમજ રવિ રાંદલ માતાજીના લોટા (૧૮) તેડવાનું ધાર્મિક આયોજન રાખેલ છે.

જે હવન (યજ્ઞ) કાર્ય પૂર્ણ થયા બાદ સર્વે ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગમાં સર્વે બદીયાણી પરિવારજનોએ સહ પરિવાર ઉપસ્થિત રહી ધર્મ લાભ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા સમસ્ત બદીયાણી પરિવાર અને દેવસ્થાન મંદિર સમિતિ વતી બાબુલાલભાઈ ભીમજીભાઈ બદીયાણી. (૯૮૨૫૨ ૧૧૦૯૪) દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial