રણછોડભાઈ અરજણભાઈ કંસારા પરિવાર દ્વારા
જામનગર તા. ૧૭: રણછોડભાઈ અરજણભાઈ કંસારા પરિવાર દ્વારા ગૌસેવાના લાભાર્થે શ્રી રામદેવજી મહારાજનો ૧૬મો બાર પ્રહર પાટોત્સવ અને મંડપ મહોત્સવ તથા સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ કાયાભાઈ મહારાજની વાડી, અબાબાપુની જગ્યા પાસે, મું. વરવાળામાં યોજવામાં આવ્યો છે જેમાં તા. ૧૯ના સવારે ૯ વાગ્યે કુંભ સ્થાપના, તા. ૨૦ના સવારે ૯ વાગ્યે ભૂમિપૂજન, તા. ૨૧ના સાંજે ૪ વાગ્યે સંતો-મહંતોના સામૈયા, રાત્રે ૯ વાગ્યે જ્યોત પ્રાગટ્ય, તા. ૨૨ના બપોરે ૧૧:૩૦ વાગ્યે સમૂહ પ્રસાદ, તા. ૨૩ના સવારે ૮ વાગ્યે સ્તંભ ખડો (સુખડી પ્રસાદ) થશે.
તા. ૨૨ના રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં હરસુખગીરી ગોસ્વામી અને પરસોત્તમપુરી બાપુ ભજનની રમઝટ બોલાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial