Sensex

વિગતવાર સમાચાર

હાલારની બન્ને જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયતમાં આજથી વહીવટદારોનું શાસન

જિલ્લા પંચાયતો કલેક્ટર અને તાલુકા પંચાયતો પ્રાંત અધિકારીઓના હવાલે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ગુજરાત રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયતો તથા રર૯ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવનાર હોય, તા. ૧૭-૩-ર૦ર૬ ની અસરથી દરેક જિલ્લા પંચાયતોમાં જે તે જિલ્લા કલેક્ટર તથા દરેક તાલુકા પંચાયતોમાં જેતે તાલુકામાં આવતા પ્રાન્ત અધિકારી, ડેપ્યુટી કલેક્ટરોને વહીવટદાર તરીકે મૂકાયા છે.

દ્વારકા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતોમાં વહીવટદાર તરીકે દ્વારકા પ્રાન્ત અધિકારી અમોલ અવાટેની નિયુક્તિ થઈ છે, તો ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતોમાં પ્રાન્ત અધિકારી ખંભાળિયા કે.કે. કરમટાની નિમણૂક વહીવટદાર તરીકે થઈ છે. જામનગરના ધ્રોળ તથા જોડિયા તાલુકા પંચાયતોમાં વહીવટદાર તરીકે ધ્રોળ પ્રાન્ત અધિકારી નિમાયા છે તથા જામજોધપુર અને લાલપુરમા પ્રાંત અધિકારી લાલપુર વહીવટદાર તરીકે નિમાયા છે, જ્યારે જામનગર તથા કાલાવડમાં પ્રાન્ત અધિકારી જમનગરને વહીવટદાર બનાવાયા છે. દ્વારકા જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના તથા જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે શ્રી ઠક્કર, જિલ્લા કલેક્ટર જામનગર મૂકાયા છે.

પ્રાંત અધિકારીઓને ત્રણથી ચાર ચાર્જ

તાલુકા પંચાયતોની ચૂંટણી આવતા શાસન વહીવટદારનું થતા પ્રાન્ત અધિકારીઓને પ્રાંત અધિકારી ઉપરાંત બે તાલુકા પંચાયતના ચાર્જ ત્રણ ત્રણ ચાર્જ થયા છે, તો ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટાને ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના વહીવટદાર, ખંભાળિયા નગરપાલિકાના વહીટદાર અને પ્રાન્ત એમ ચાર ચાર્જ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial