Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ખંભાળિયા રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજના કામો એક સાથે થાય તો વધશે હાલાકી

એક કામ ચાલુ અને બીજુ શરૂ થવાની તૈયારીમાં:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા શહેરમાં માથાના દુઃખાવા સમાન રેલવે સ્ટેશનની જામનગર રોડ પર રેલવે ફાટક પર રાજ્ય સરકારે ૩૭ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાવાઓ ઓવરબ્રિજ મંજુર કર્યો હતો. મંજુરીના વર્ષો પછી કામનો ઓર્ડર અપાયો તેને પણ એકાદ વર્ષ જમીન રેલવે તંત્ર પાસેથી મેળવવામાં વહી ગયું. હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુની સ્થિતિ થઈ અને જિલ્લા તંત્ર પાસે આ રસ્તો કામ માટે બંધ કરવા જાહેરનામાની અરજી થઈ ત્યારે પ્રશ્ન થયો કે ડ્રાયવર્ઝન કર્યાથી કાઢ્યું? સલાયા ફાટક પાસેે વિકલ્પ છે પણ ત્યાં પણ રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ કરવા થોડા સમયમાં રસ્તા બંધનું જાહેરનામું બહાર પાડનાર છે.

કામ શરૂ કરવા જમીનમાં તથા નક્શામાં વિલંબ થતાં આ કામો બન્ને ક્યારે ય એક સાથે ચાલુ ના થાયની સ્થિતિ સર્જાતા અંડરબ્રિજ તો મોટાભાગનો તો પૂર્ણ થઈ ગયો છે, પણ ઓવરબ્રિજનું તો કામ જ હવે શરૂ થશેની સ્થિતિમાં જામનગરથી ગામમાં જવા ફોરવ્હીલ તથા નાના વાહનો તો કલેક્ટર કચેરી પાસે બેડિયા વાડીમાંથી અને જડેશ્વર પાસે અંડરબ્રિજમાંથી નીકળે પણ છે. એસ.પી. બસ અને ટ્રક જેવા ભારે વાહનો એમ્બ્યુલન્સ વિગેરે ક્યાંથી નીકળે? તેમને છ કિ.મી. ફરીને ખામનાથ પાસેથી આવવું પડે અને ત્યાં સીંગલ રસ્તો હોય એક બસ-ટ્રક નીકળે તો ટ્રાફિક જામની સ્થિતિ હોય, મહત્ત્વના બે રસ્તા પર મહત્ત્વના બે કામો જેનાથી લોકોની સમસ્યા હળવી થાય તે અટકેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial