
સાંસદ પરિમલ નથવાણીએ લીધી મુલાકાતઃ
ખંભાળિયા તા. ૧૭: ભારતના સૌથી વધારે વાઘ ધરાવતા બાંધવગઢ નેશનલ પાર્કની મુલાકાત સાંસદ પરિમલ નથવાણીએ લીધી હતી.
ખંભાળિયાના મૂળ વતની રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સના પરમિલ નથવાણી કે જેઓ ખૂબજ પ્રકૃતિપ્રેમી, પર્યાવરણ પ્રેમી તથા વાઈલ્ડ લાઈફ ક્ષેત્રે મહત્ત્વનું કામ કરે છે. તેમણે તાજેતરમાં ભારતમાં સૌથી વધુ વાઘની વસ્તીવાળા બાંધવગઢ નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી.
મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં આવેલું આ રાષ્ટ્રીય વાઘ ઉધાન ૧૯૬૮ માં બન્યું ત્યારે ૧૦પ વર્ગ કિ.મી. જ હતું, તે પછી ૧૯૯૩ માં વાઘ આરક્ષિત ક્ષેત્ર થયા પછી અત્યારે ૧પ૩૬ વર્ગ કિ.મી.નું થયું છે. અહીં ભગવાન રામે તેના બાંધવ લક્ષ્મણને જુનો કિલ્લો ભેટ આપેલો તેના પરથી બાંધવગઢ નામ પડ્યું છે. શિવ પુરાણમાં પણ બાંધવગઢનો ઉલ્લેખ છે. આ જગ્યા પર વાઘને પ્રાકૃતિક વાતાવરણમાં વિહરતા જોવાની મજા પરિમલ નથવાણીએ માણી હતી તથા નેશનલ પાર્ક વિષે વિશેષ જાણકારી મેળવી હતી. સાંસદ પરિમલ નથવાણી સાથે તેમના મિત્ર હેમંત દેસાઈ પણ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial