Sensex

વિગતવાર સમાચાર

ખોડિયાર કોલોનીમાં રહેણાંક મકાનમાંથી વેચાણ માટે રખાયેલી દારૂની ૧૧ બોટલ ઝબ્બે

વેલનગર-૧માંથી દારૂના ત્રણ ચપલા ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ૯ર કવાર્ટરમાં રહેતા એક શખ્સના મકાનમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલ કબજે લીધી છે. આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. વેલનગરમાં એક શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ત્રણ ચપલા કબજે કરાયા છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ૯૨ કવાર્ટરમાં એક શખ્સના રહેણાંકમાં વેચાણ માટે ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે સાંજે એલસીબીના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી ૯ર કવાર્ટરની શેરી નં.પમાં આવેલા રાજપાલસિંહ રણજીતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૧ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે રાજપાલસિંહની અટકાયત કરાઈ છે. તેણે રમેશ પારીયા પાસેથી દારૂનો જથ્થો લીધો હોવાની કબૂલાત આપી છે.

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે વેલનગર-૧માં આવેલા અજીત નરશીભાઈ રાઠોડ નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝનના સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સુચનાથી દરોડો પાડી ચકાસણી કરતા ત્યાંથી  દારૂના ત્રણ ચપલા મળી આવ્યા હતા. અજીત રાઠોડની પોલીસે ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial