
અન્ય બે ઈજાગ્રસ્ત જામનગર સારવારમાં ખસેડાયાઃ
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયાથી ભાણવડ વચ્ચેના રોડ પર ફોટ ગામથી ભાણખોખરી વચ્ચે આજે વહેલી સવારે ઝાકળ વચ્ચે બે વાહન ટકરાઈ પડ્યા હતા અને સળગી ઉઠ્યા હતા. ધાણા ભરીને જતો બોલેરો તથા સામેથી આવતી સીએનજીવાળી વેગનઆર મોટરના અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને અન્ય બેને ગંભીર ઈજા થઈ છે. ફાયર બ્રિગેડની ટૂકડીએ સળગી ઉઠેલા વાહનો પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ખંભાળિયાથી ભાણવડ તરફના ધોરીમાર્ગ પર આવેલા ફોટ-ભાણખોખરી ગામ પાસેથી આજે સવારે જીજે-૩૭-વી ૪૪૬ નંબરનું માલવાહક બોલેરો વાહન ધાણા ભરીને જઈ રહ્યું હતું. સામેથી જીજે-૧-એચક્યુ ૫૫૭૩ નંબરની વેગનઆર મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી.
ઉપરોક્ત બંને વાહન વચ્ચે વહેલી સવારથી ઝાકળમાં ધડાકાભેર અકસ્માત સર્જાયા પછી બંને વાહન કોઈ રીતે સળગી ઉઠ્યા હતા. ધોરીમાર્ગ પર સળગી રહેલા વાહનના કારણે રોડ બંધ જેવી સ્થિતિમાં મૂકાઈ ગયો હતો.
આ બનાવની કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ તેમજ ૧૦૮ અને પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતો. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તે દરમિયાન આ અકસ્માતમાં ઘવાયેલા એક યુવાન મૃત્યુ પામેલી હાલતમાં ત્યાંથી મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર ઈજા સાથે કણસતી હાલતમાં સાંપડ્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આગના કારણે મોટર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. આ મોટર સીએનજી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક તથા ઈજા ગ્રસ્તોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial