
જુગાર રમાડતા મહિલા સહિત છ સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૭: દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર વરવાળા ગામમાં એક મકાનમાં ગઈકાલે સાંજે પૂર્વ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતા એક મહિલા દ્વારા ચલાવાતો જુગાર ઝડપાઈ ગયો હતો. તેઓને નાલ આપી તીનપત્તી રમતા બે શખ્સ અને ત્રણ મહિલા ઝડપાઈ ગયા હતા. રોકડ, મોબાઈલ મળી રૂ।.૪૮૯૮૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
દ્વારકા તાલુકાના વરવાળા ગામ પાસે ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ એકઠા થઈ એક મહિલાને નાલ આપી તેના મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીના સ્ટાફે પીઆઈ બી.જે. સરવૈયાની સૂચનાથી દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલી એક હોટલ પાસે જલારામ આવાસમાં બ્લોક નં.૧૮માં ભાવનાબેન ધનસુખભાઈ સામાણી નામના મહિલાના મકાનમાં એલસીબીએ ચકાસણી કરતા ભાવનાબેનને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા વનીતાબેન ગોપાલદાસ ઝાખરીયા, જીતેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ તન્ના, ખંજન ઉર્ફે જીગર ધનસુખભાઈ સામાણી, હિતેશભાઈ ધરમશીભાઈ સામાણી, અમૃતાબેન ધનસુખભાઈ સામાણી નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ।.૩૩૪૮૦ રોકડા, ચાર મોબાઈલ કબજે લીધા છે અને તમામ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial