Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરના આદર્શ સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ નિઃશુલ્ક કરાઈ

મહાનગરપાલિકા ભોગવશે ખર્ચ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના આદર્શ સ્મશાન માં અંતિમવિધિ માટે ચાર્જ વસુલવામાં આવતો હતો. પરંતુ હવે આ સેવા નિઃશુલ્ક કરી દેવામાં આવી છે. હવે તેનો ચાર્જ મહાનગરપાલિકા ચૂકવશે. અને ગઈકાલથી આ સેવા શરૂ થઈ ચૂકી છે. જામનગરના શ્રી સમાજ સેવક મહાવિરદળ-આદર્શ સ્મશાનગૃહમાં મૃતદેહની અંતિમવિધિ માટે ચાર્જ વસુલવામાં આવતો હતો. પરંતુ ગઈકાલે જાહેર કરાયું હતું કે દરેક મૃતદેહની અંતિમક્રિયા માટે રૂ।. ૧૦૦૦ની રકમ સ્મશાનગૃહ સંચાલકોને ચૂકવવામાં આવશે અને અંતિમવિધિ નિઃશુલ્ક કરવામાં આવશે. આ માટે રૂ।. ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.

આ માટે સ્મશાનગૃહ સંચાલકો અને મહાનગર પાલિકા વચ્ચે એમ.ઓ.યુ. થતા હવે તેની અમલવારી ગઈકાલથી શરૂ કરવામાં આવી હતી.

હવે સ્મશાનમાં મૃતદેહોની અંતિમવિધિ માટેનો કોઈ ચાર્જ વસુલવામાં આવતો નથી. તેનો ખર્ચ હવેથી મહાનગરપાલિકા ભોગવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial