
ગોબાચારી થતી જોવા મળે તો ૧૯૦૬ એલપીજી હેલ્પ લાઈનને જાણ કરી શકાયઃ
નવી દિલ્હી તા. ૧૭: ઘરમાં એક સમયે ગેસ સિલિન્ડર અને પાઈપથી ગેસપુરવઠો વાપરવો એ ગેરકાયદે ગણાશે. અને વિવિધ નિયમો તોડનારાને જેલની હવા ખાવી પડશે.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે સરકારે દેશમાં એલપીજી ગેસના ઉપયોગ અંગેના નિયમો વધુ કડક બનાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલી માહિતી પ્રમાણે હવે એલપીજી સિલિન્ડરનો સંગ્રહ કરનારા અને પીએનજી સાથે ડબલ ગેસ કનેક્શન ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ગેસની સપ્લાઈ સંતુલિત રાખવાનો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી સંસાધનો પહોંચાડવાનો છે.
ઉર્જા સંસાધનો પર વધતા દબાણ અને આયાત પર નિર્ભરતાને ધ્યાનમાં રાખતા સરકારે કાનૂની જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવાનો સંકેત આપ્યો છે. આ નિયમો હેઠળ કઈ-કઈ જોગવાઈ છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે પીએનજી ગેસ સિલિન્ડર સંબંધિત ઘણાં નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.
સરકારી નિયમો પ્રમાણે ઘરેલુ ગ્રાહકોને મહત્તમ ૨ એલપીજી સિલિન્ડર રાખવાની મંજૂરી છે. જો કોઈ વ્યક્તિ માન્ય પરમિટ વિના ૪૦ કિલોગ્રામથી વધુ એલપીજીનો સંગ્રહ કરે તો તેને સંગ્રહખોરી માનવામાં આવે છે. આવા મામલામાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ કાર્યવાહી કરી શકાય છે. આ કાયદાની કલમ ૭ પ્રમાણે દોષિતોને ત્રણ મહિનાથી સાત વર્ષની સજાની જોગવાઈ છે. કલમ ૬એ હેઠળ વધારાના ગેસ સિલિન્ડર જપ્ત કરી શકાય છે. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત ગ્રાહકનું ગેસ કનેક્શન પણ રદ કરી શકાય છે.
માર્ચ ૨૦૨૬માં પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી (પુરવઠા અને વિતરણ નિયમન) ઓર્ડર ૨૦૦૦માં સુધારો કરીને એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ હવે કોઈપણ ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને એલપીજી બંને કનેક્શન એકસાથે રાખવા ગેરકાયદેસર માનવામાં આવશે.
સરકારનું કહેવું છે કે, 'જ્યાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં એલપીજીની જરૂરિયાત ઓછી થઈ જાય છે. તેથી આવા ગ્રાહકોને તાત્કાલિક તેમના એલપીજી કનેક્શન સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે.'
જો કે, જો કોઈ ગ્રાહક સ્વેચ્છાએ એલપીજી કનેક્શન પરત કરી દે છે, તો તેને કોઈ દંડ ફટકારવામાં નહીં આવશે. પરંતુ જો નિયમોની અવગણના કરવામાં આવે અને બંને કનેક્શન એકસાથે ઉપયોગમાં લેવાતા જોવા મળે, તો સબંધિત વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
જો કોઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવી રહૃાો છે અથવા ગેરકાયદેસર સંગ્રહની માહિતી મળે, તો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકાય છે. તેના માટે ૧૯૦૬ એલપીજી ઈમરજન્સી હેલ્પલાઈન ઉપલબ્ધ છે, જ્યાં ગ્રાહકો સીધી જાણ કરી શકે છે. આ ઉપરાંત જિલ્લા ખાદ્ય અને પુરવઠા વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અથવા પોલીસને પણ આવી ગતિવિધિઓની જાણ કરી શકાય છે.
સરકારનું કહેવું છે કે, 'ગેસની ઉપલબ્ધતા જાળવી રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial