Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

હાપા માર્કેટીંગ યાર્ડમાં ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કરશે સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલ

તા. ૧૯મી માર્ચે મુખ્યમંત્રી જામનગરમાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હાપામાં ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ આગામી તા. ૧૯ માર્ચે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સાથે વિશાળ ખેડૂત સંમેલન પણ યોજાનાર છે.

હાપા માર્કેટીંગ યાર્ડમાં રૂ।. ૧.૫ કરોડના ખર્ચે ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ તા. ૧૯ માર્ચને ગુરૂવારે સવારે ૮:૩૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે. આ સાથે વિશાળ ખેડૂત સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી અને શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં લોકો- ખેડૂતોને ઉપસ્થિત રહેવા યાર્ડના ચેરમેન  મુકુંદભાઈ સભાયા, વાઈસ ચેરમેન હિરેનભાઈ કોટેચા, સેક્રેટરી હિતેશભાઈ પટેલ અને સમગ્ર ટીમ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial