Sensex

વિગતવાર સમાચાર

જામનગર સહિત ગુજરાતમાં માવઠાની આગાહી

આવતીકાલથી ચાર દિવસ સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં તા. ૧૮ થી ર૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા જણાવાઈ રહી છે, અને વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતો માટે માર્ગદર્શક સૂચનો જાહેર કરાઈ છે.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. ૧૮ માર્ચથી તા. ર૧ માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદો જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે.

આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે, તે મુજબ કમોસમી વરસાદથી થતા પાક નુક્સાનીથી બચવા માટે ખેડૂતોનાખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા.

એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેંચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવ. આ અંગે ધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિતરણ અધિકારી, તાલુકા અમલિકરણ અધિકારી, મદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૧૮૦ ૧પપ૧ સંપર્ક કવા મદદનીશ ખેતી નિયામક (તાલીમઅને મુલલાકાત યોજના) ની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial