Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

તત્કાલીન કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના તત્કાલીન જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો "સ્વાગત" ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરીમાં યોજાયો હતો. કલેકટરએ કાર્યક્રમ દરમ્યાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેઓએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ચાલુ મહિનાની ૮ અને ગત માસની ૫ એમ કુલ ૧૩ પૈકી ૧૦ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતુંં.જ્યારે બાકીની અરજીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા કલેકટરએ જણાવ્યું હતું.

આ અરજીઓમાં વાહન ટ્રાન્સફર અન્વયે પેમેન્ટને લગત પ્રશ્ન, સરકારી ખરાબાનું દબાણ દૂર કરવા, ચાની હોટલના દબાણ અને ગંદકીને લગત પ્રશ્ન, ઘર પાસે અવરોધરૂપ બંક કેબિન દૂર કરવા અંગે,પ્લોટમાં વારસાઈ એન્ટ્રી પાડી વારસાઈ કરાવવા બાબત, પી.એમ.કિસાન યોજનાના હપ્તાની સહાય અંગે, ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા બાબત, આવાસની ડિપોઝીટ અંગે અરજદારોની રજૂઆતોની ચર્ચા કરી તેનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. "સ્વાગત"કાર્યક્રમ દ્વારા નાગરિકોને સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને પારદર્શક પદ્ધતિથી ઝડપી નિવારણ મેળવવાની સગવડ ઉપલબ્ધ થતી હોવાને કારણે અરજદારોએ સંતોષ વ્યક્ત કરી કલેકટરનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial