Sensex

વિગતવાર સમાચાર

માધવપુર (ઘેડ) થી આવેલી શ્રીકૃષ્ણ-રૂકમણીજીની જાનનું દ્વારકામાં ભવ્ય સ્વાગતઃ શોભાયાત્રા નીકળી

પૂર્વ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિતઃ

                                                                                                                                                                                                      

માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂકમણીજીના વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ-રૂકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ યાત્રાધામ દ્વારકાના હાથી ગેઈટથી ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દ્વારકાના હાથી ગેઈટથી શહેરના રાજમાર્ગો પર ફરી રૂકમણીજી મંદિરમાં સંપન્ન થઈ હતી. દ્વારકાના હાથી ગેઈટમાં જાનનું આગમન થતા લોકો દ્વારા પારંપરિક પોષાકમાં શરણાઈ-ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાસ મંડળી દ્વારા પારંપરિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂકમણીજીના આશીર્વાદ મેળવ્યા હતાં. આ વેળાએ પૂર્વ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા સહિત અગ્રણીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial