Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે યોજાયેલ ફ્રૂટ જ્યુસ સેવા કેમ્પ

શિવ એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. કિશોરભાઈ રાઠોડના સ્મરણાર્થે નાગનાથ ચોકડી પાસે માટેલ જતા પદયાત્રીઓ માટે ફ્રૂટ જ્યુસ સેવા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પ દરમ્યાન શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ભાજપ મહામંત્રી મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમ્મર, દયાબેન પરમાર, રાજુભાઈ નાનાણી, યતિનભાઈ પંડયા,પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, કમલેશભાઈ સોઢા, પોલીસ વિભાગના એએસઆઈ ધર્મિષ્ઠાબેન ચૌધરી, જયેશદાન ગઢવી, મનોજ મકવાણા, સહદેવભાઈ ડાભી, દુષ્યંતભાઈ સોલંકી, કેતનભાઈ કોટક, મનિષભાઈ સોઢા, વિજયરાજસિંહ ગોહિલ, નીતિનભાઈ સોલાણી, પી.ડી.રાયજાદા, દિનેશભાઈ ચૌહાણ, ચંદ્રેશભાઈ ચંદારાણા, કમલેશભાઈ પંડયા, ખવાસ જ્ઞાતિના હોદ્દેદારો, પત્રકારો,પોલીસ જવાનો, વકીલો, વડીલો, કાશી વિશ્વનાથ યુવક મંડળના સભ્યો, ખીમા મામા યુવક /મહિલા મંડળના સભ્યો, વચ્છરાજ મિત્ર મંડળ, સાઈનાથ મિત્ર મંડળ, દાન-ભેટ સમિતિના સભ્યો, શક્તિ ચામુંડા ધૂન મંડળના સભ્યો, ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. માટેલ મંદિરે જતી ધ્વજાજીનું પૂજન તથા સામૈયુ નાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ સાગર કિશોરભાઈ રાઠોડ, ટ્રસ્ટીઓ અમિતભાઈ વારા, રશ્મિબેન રાઠોડ, અંકિતા રાઠોડ, સભ્ય રમાબેન રાઠોડ, દીપકભાઈ ચૌહાણ, કિશોર ટ્રેડર્સ ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial