Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કુન્નડમાં હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ

કુંડલીયા હનુમાનજીની જગ્યામાં

                                                                                                                                                                                                      

જોડીયા તાલુકાના કુન્નડ ગામે આવેલ સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલીયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામમાં દર દર્ષની જેમ જ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ચૈત્ર સુદ પૂનમ તા. ૦૨-૦૪-૨૬ના ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. તા. ૨-૪ના સવારે ૭ થી ૯ દરમ્યાન કળશ, દેવ સ્થાપના તથા પૂજનવિધિ કરવામાં આવશે. સવારે ૯ થી ૧૧ દરમ્યાન હનુમાનજી રૂદ્રાભિષેેક કરવામાં આવશે. સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન સુંદરકાંડ કરવામાં આવશે જેમાં દર એક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહૂતિ આપવામાં આવશે. બપોરે ૧૨ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રીફળ હોમવાની વિધિ અર્થાત પૂર્ણાહુતિ, ત્યાર બાદ બ્રહ્મ ભોજન તથા સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે. સ્વયંભૂ વિગ્રહ શ્રી કુંડલીયા હનુમાનજીના પ્રતિષ્ઠિત ધામના મહંત અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરૂ પ્રેમદાસજી સાકેતવાસી જગદેવદાસજી બાપુએ મહોત્સવનો લાભ લેવા સમસ્ત ભક્તજનો, ભાઈઓ-બહેનોને અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial