Sensex

વિગતવાર સમાચાર

વ્યાજ વટાવની કરાયેલી ફરિયાદમાં આરોપીની આગોતરા અરજી નામંજૂર

પુત્રના ઓપરેશન માટે ઉછીના લેવાયા હતા પૈસાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક યુવાને કેટલાક સમય પહેલાં વ્યાજે લીધેલા પૈસાના મામલે ઝેરી ટીકડા ગળી લીધા હતા. તેમના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુન્હામાં સંડોવાયેલા એક આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી છે.

જામનગરના દિવ્યાબેન કાંતિલાલ પટેલ નામના મહિલાએ થોડા સમય પહેલાં ભાવેશ મગનલાલ ચનિયારા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિએ પુત્રના ઓપરેશન માટે રૂ।.દોઢ લાખ ભાવેશ પાસેથી ઉછીના લઈ રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દીધા હતા. તેમ છતાં ભાવેશ ધમકી આપતો હોવાથી પતિ કાંતિલાલ બાથાણીએ ઝેરી ટીકડા પી લીધા હતા.

આ બાબતની પોલીસે શરૂ કરેલી તપાસમાં આરોપી ભાવેશ ચનિયારાએ આગોતરા જામીન મેળવવા અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, અન્ય આરોપી સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી છે અને અન્ય આરોપીના જામીન પણ મંજૂર થયા છે ત્યારે ભાવેશ ચનિયારાને આગોતરા જામીન આપવા જોઈએ તેની સામે સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની અરજી ફગાવી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial