Sensex

વિગતવાર સમાચાર

વારસાઈમાંથી નામ કાઢી નાખવાના મુદ્દે મનદુખ પછી ભાણેજ પર ત્રણ મામાનો હલ્લો

વાહન અથડાઈ જવાના પ્રશ્ને ખંભાળિયામાં ચેઈનની લૂંટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: મીઠાપુરમાં રહેતા ભાણેજ પર આરંભડામાં રહેતા ત્રણ મામા સહિત છ શખ્સે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ યુવાનના માતા તથા માસીઓના નામ વારસાઈમાંથી કાઢી નાખવાના મુદ્દે કોર્ટમાં કેસ કરાતા મામાઓ ઉશ્કેરાયા હતા. ખંભાળિયામાં વાહન અડકી જવાના પ્રશ્ને એક યુવાનને સ્કૂટરચાલકે ધોકાવી ગળામાંથી સોનાના ચેઈનની લૂંટ કરી લીધી હતી.

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા મીઠાપુરમાં ન્યુ મરચન્ટ કોલોનીમાં રહેતા નવીદ હનીફભાઈ હાકડા નામના યુવાનના માતા તથા અન્ય માસીના નામ નાનાની જમીનમાં વારસાઈમાં રાખવામાં આવ્યા ન હોવાથી નવીદના માતાને તેના ભાઈ હારૂન ઓસમાણ માકોડા સાથે મનદુખ થયા પછી અદાલતનો આશરો લેવામાં આવ્યો હતો.

તે બાબતનો ખાર રાખી ગઈ તા.રરની બપોરે હારૂન ઓસમાણ, તારમામદ ઓસમાણ, હુસેન ઓસમાણ, સરવર તારમામદ, વસીમ હુસેન, ઉસ્માન હુસેન નામના છ શખ્સે ભાણેજ નવીદના ઘર પાસે આંટાફેરા કર્યા પછી ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. જેમાં નવીદને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. મીઠાપુર પોલીસે ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયાના સ્ટેશન રોડ પર રહેતા સાજીદ ઈશાક ખીરા નામના યુવાન પર ગઈકાલે સાંજે ગાયત્રીનગર પાસે વાહન ટકરાઈ જવાના મુદ્દે જીજે-૩૭-એલ ૩૯૮૫ નંબરના એક્ટિવાના ચાલક દીપક નામના શખ્સે માર મારી ગળુ દબાવવા ઉપરાંત સોનાના ચેઈનને ઝૂંટવી લીધો હતો. શૌકતે ચેઈન પાછો આપી દેવાનું કહેતા જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ખંભાળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial