Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ગાંધીનગરમાં પાર્ટી પ્લોટમાં રાત્રે ઘૂસી જઈ ટીવી, એસી, ફ્રીઝ તોડી નખાયા

ચાર શખ્સે રૂ।.૩૦ હજારના ડીવીઆરની ચોરી કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં સોમવારની રાત્રે ઘૂસી ગયેલા ચાર શખ્સે ત્યાં રાખવામાં આવેલા ટીવી, ફ્રીઝ, એસી તથા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી રૂ।.૧ લાખથી વધુનું નુકસાન કર્યું હતું અને રૂ।.૩૦ હજારની કિંમતના ડીવીઆરની ચોરી કરી લીધી હતી. ચારેક વર્ષ પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ગાંધીનગર નજીકના પુનીતનગરમાં વસવાટ કરતા અને મંડપ સર્વિસ તેમજ પાર્ટી પ્લોટ વિષયક કામ કરતા પ્રદીપસિંહ ભનુભા ચુડાસમા સાથે ચારેક વર્ષ પહેલાં સામુ જોવા પ્રશ્ને ક્રિપાલસિંહ રાણા નામના શખ્સને ઝઘડો થયો હતો.

ત્યારપછી સોમવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે પ્રદીપસિંહના આશાપુરા પાર્ટી પ્લોટમાં ધોકા તથા પાઈપ સાથે ક્રિપાલસિંહ રાણા અને કુલદીપસિંહ લાલુભા જાડેજા, શક્તિસિંહ લાલુભા જાડેજા તેમજ એક અજાણ્યો શખ્સ ઘૂસી ગયા હતા. આ વ્યક્તિઓએ તે પાર્ટી પ્લોટમાં બનાવવામાં આવેલી ઓફિસમાં રૂ।.૨૦ હજારનું ટીવી, રૂ।.૧૨ હજારના ફ્રીઝ, રૂ।.૫૦ હજારના એસી અને બારીના કાચમાં તોડફોડ કરવા ઉપરાંત ત્યાં મૂકવામાં આવેલા સાત સીસીટીવી કેમેરામાંથી ચાર કેમેરાનો ભૂક્કો બોલાવી દીધો હતો.

ત્યારપછી આ શખ્સો સીસીટીવી કેમેરાના રૂ।.૩૦ હજારની કિંમતના ડીવીઆરને ચોરી લઈ પલાયન થઈ ગયા હતા. આ બાબતની ગઈકાલે રાત્રે પ્રદીપસિંહ ભનુભા ચુડાસમાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ।.૧ લાખ પ હજારનું નુકસાન કરવા તેમજ રૂ।.૩૦ હજારનું ડીવીઆર ચોરી જવા અંગે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial