Sensex

વિગતવાર સમાચાર

પત્નીને પુત્રી સાથે મૂકી દઈ માતા સાથે રહેવા ચાલ્યા ગયેલા પતિએ આપ્યો ત્રાસ

ફોન કરી ચાલચલગત વિશે શંકા કરી ગાળો ભાંડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક પરિણીતાને પુત્રી સાથે એકલા મૂકી દઈ પતિ જૂનાગઢ જિલ્લામાં રહેતા માતા સાથે રહેવા ચાલ્યા ગયા પછી આ પરિણીતાને પતિ તથા સાસુ અવારનવાર કોલ કરી ચાલચલગત વિશે ગાળો ભાંડી ત્રાસ આપતા હોવાથી તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ઢીંચડા રોડ પર સેનાનગર નજીક ગ્રીન પાર્કમાં રહેતા હસમુખભાઈ અરશીભાઈ બાલસ નામના યુવાન સાથે માધુરીબેન (ઉ.વ.૨૪)ના લગ્ન થયા પછી આ દંપતીને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન સાતેક મહિના પહેલાં હસમુખભાઈએ પત્નીને મારઝૂડ કરી હતી અને પત્ની તથા પુત્રીને મૂકી આ યુવાન જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા વડાળા (ઘેડ) ગામમાં રહેતા માતા ધીરીબેન અરશીભાઈ સાથે રહેવા ચાલ્યા ગયા હતા.

ત્યારપછી એકલા રહેતા માધુરીબેનને અવારનવાર મોબાઈલ પર કોલ કરી ચાલચલગત અંગે ગાળો ભાંડી હસમુખભાઈ તથા સાસુ ધીરીબેને ત્રાસ આપતા આ પરિણીતાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial