Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કાલાવડના ખંઢેરામાં અપરિણીત દિવ્યાંગ પ્રૌઢે ઓઢી લીધી અગનપછેડીઃ મૃત્યુ થયું

ચંદ્રાવાડામાં ઝેરી ટીકડા ગળી યુવાનની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કાલાવડના ખંઢેરામાં એક પ્રૌઢે અગનપછેડી ઓઢી આત્મહત્યા કરી લીધી છે. જન્મથી વિકલાંગ એવા આ પ્રૌઢ અપરિણીત હતા. તેઓએ કડક સ્વભાવના કારણે કોઈ બાબતથી માઠું લગાડી આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું છે. જ્યારે કલ્યાણપુરના ચંદ્રાવાડામાં યુવાને અકળ કારણથી ઝેરી ટીકડા ગળી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં રહેતા જમનભાઈ ગાંડુભાઈ સોંડાગર (ઉ.વ.પ૦) નામના પ્રૌઢે ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ વાતનું ખોટું લાગી જતાં શરીર પર જ્વલનશીલ પ્રવાહી રેડી દઈ દીવાસળી ચાંપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. નીખિલભાઈ દિનેશભાઈ સોંડાગરાએ પોલીસને જાણ કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ જમનભાઈ જન્મથી જ વિકલાંગ હતા અને તેઓના લગ્ન પણ થયા ન હતા. સ્વભાવમાં અત્યંત કડપ ધરાવતા આ પ્રૌઢે કોઈ બાબતથી માઠું લાગી આવતા ગઈકાલે આત્મઘાતી પગલું ભરી લીધું છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડામાં વસવાટ કરતા નગાભાઈ લીલાભાઈ ઓડેદરા (ઉ.વ.ર૮) નામના યુવાને ગયા રવિવારે કોઈ અકળ કારણથી પોતાના ખેતરમાં જઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા. સારવારમાં ખસેડાયેલા નગાભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પિતા લીલાભાઈ નવઘણભાઈ ઓડેદરાએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial