Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટ અને નિફટીમાં ૬૦૦ પોઈન્ટનો ઉછાળો

યુદ્ધ સમાપ્તિના સંકેતો મળતા જ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧: મીડલ ઈસ્ટમાં યુદ્ધ સમાપ્તિના સંકેતો મળતા જ સેન્સેકસમાં ૨૦૦૦ પોઈન્ટની તેજી જોવા મળી હતી અને નિફટીમાં પણ ૬૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. તે પછી ઈન્ફ્રા-ડે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હતો.

આજે યુદ્ધ સમાપ્તિના સંકેતો મળતા જ શેરબજાર ઉંચકાઈને ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેકસ ૨૦૦૦ પોઈન્ટ (૨.૭૦%) વધીને ૭૩,૯૦૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફટી પણ લગભગ ૬૦૦ પોઈન્ટ (૨.૭૦%) વધીને ૨૨,૯૫૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેકસના તમામ ૩૦ શેર ઊંચા ટ્રેડ થઈ રહ્યા હતા. આજે ઓટો, આઈટી, મેટલ અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ આગામી ૨ થી ૩ અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે અમેરિકા પોતાનો લક્ષ્ય હાંસલ કરી ચૂક્યું છે અને ઓપરેશન અંતિમ તબક્કામાં છે. બજારોમાંથી મળેલા સારા સંકેતોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. શરૂઆતી તબક્કામાં છે.

દુનિયાભરના બજારો માંથી મળેલા સારા સંકેતોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. શરૂઆતી કારોબારમાં લગભગ તમામ મોટા એશિયન બજારો તેજી સાથે ગ્રીન ઝોનમાં છે. છેલ્લા અહેવાલો મુજબ ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ વચ્ચે બપોરે બે વાગ્યે સેન્સેકસ ૧૨૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

વૈશ્વિક અસરો જોઈએ તો જાપાનનો નિક્કેઈ ઈન્ડેકસ ૪% વધીને ૫૩,૧૬૦ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો, તો સાઉથ કોરિયાનો કોસ્પી ઈન્ડેકસ પણ ૬% વધીને ૫,૩૭૦ પર કારોબાર કરી રહ્યો હતો અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેકસ ૨% વધીને ૨૫,૨૮૦ પર કારોબાર કરી રહ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેકસ પણ ૧.૫૦% વધીને ૩,૯૪૦ પર કારોબાર કરી રહ્યો હતો.

અમેરિકામાં ડાઉ જોન્સ ૧,૧૨૫ પોઈન્ટ (૨.૪૯%) વધીને ૪૬,૩૪૧ના સ્તરે બંધ થયો હતો, ટેક આધારિત ઈન્ડેકસ નાસ્ડેક કમ્પોઝિટ ૩.૮૩% વધીને ૨૧, ૫૯૦ પર બંધ થયો હતો, જ્યારે એસએન્ડ પી ઈન્ડેકસ ૧૮૪ પોઈન્ટ (૨.૯૧%) વધીને ૬,૫૨૮ પર બંધ થયો હતો.

આ પહેલા ૩૦ માર્ચે સેન્સેકસ લગભગ ૧૬૩૬ પોઈન્ટ (૨.૨૨%)ના ઘટાડા સાથે ૭૧,૯૪૮ પર બંધ થયો હતો, જ્યારે નિફટીમાં પણ ૪૮૮ પોઈન્ટ (૨.૧૪%)નો ઘટાડો જોવા મળ્યો હતો. તે ૨૨,૩૩૧ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગઈકાલે એટલે કે ૩૧ માર્ચે મહાવીર જયંતીની રજાના કારણે શેરબજાર બંધ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial