
પરણેલા પુરૂષને ક્યાંય શાંતિ હોતી જ નથી. ઓફિસમાં સદાય બોસની ટકટક, ઓફિસેથી છૂટ્યા બાદ ઘેર જતા રસ્તામાં નડતા ટ્રાફિકના પ્રોબ્લેમ અને ઘેર પહોંચીને પછી શ્રીમતીજીની ફરિયાદનું લાંબુ લીસ્ટ. આ બધી કાયમી મુસીબતોથી બચીને તમે જાવ પણ ક્યાં ?
આખા દિવસની મગજમારીથી કંટાળેલા પતિદેવ શ્રીમતીજીને એટલું પણ નથી કહી શકતા કે, *આજે શાકમાં મીઠું ઓછું છે.* તેઓ તો બસ શાંતિથી અથાણું માંગી લઈ, શાંતિથી જમવાની વિધિ પૂરી કરે છે.
પરંતુ ત્યારબાદ એક વખત સ્માર્ટ ફોન હાથમાં આવે અને સોશિયલ મીડિયામાં એન્ટ્રી થાય એટલે પછી તેઓ શૂરવીર બની જાય છે અને ડિજિટલ દુનિયામાં મોદી અને ટ્રમ્પના દરેક કાર્યની ટીકા કરે છે..!
સતત અને ઝડપી પરિવર્તન એ જ આજના જમાનાનો મંત્ર છે. માણસ તો તેનો તે જ છે પરંતુ તેના હાથમાં આવેલા સ્માર્ટ ફોને તેને ઝડપી બનાવી દીધો છે. ગ્રોસરી હોય કે લેટેસ્ટ ફેશનેબલ વસ્તુઓ, બધી જ ખરીદીઓ આંગળીના ટેરવે સમાઈ ગઈ છે. એટલું જ નહીં પરંતુ ધાર્મિક, આધ્યાત્મિક કે સામાજિક જેવી બધા જ પ્રકારની સલાહ અને મદદ પણ આંગળીના ટેરવે જ મળી રહે છે.
આજ દિવસ સુધી પરિણીત પુરૂષ પાડોશીઓ, સગાસંબંધીઓ કે મિત્રો સલાહ પાસેથી મેળવતો, પરંતુ હવે તે મોટેભાગે ડિજિટલ પ્લેટફોર્મ પર જ આધાર રાખે છે. આધુનિક પતિદેવ કદાચ પોતાની એનિવર્સરી ભૂલી શકે, પરંતુ ક્યારેય પોતાનો વાઇફાઇ પાસવર્ડ ભુલશે નહીં..!
પતિદેવ માટે સાચી યુદ્ધ ભૂમિ તો હંમેશાં તેનું ઘર જ હોય છે. આજ દિવસ સુધી પતિદેવને *કપડાની ઘડી કરવાની કળા* હસ્તગત થઈ નથી, કારણ કે તેમને કદી આવી કોઈ ટ્રેનિંગ મળી જ નથી.
પરંતુ હવે જમાનો બદલાયો છે. સ્માર્ટ ફોન હાથમાં આવતા જ તે આ માટેના વિડીયો ટ્યુટોરીયલ્સની તપાસ કરશે અને પૂછશે, * ઠપકો ન મળે એ રીતે કપડાની ઘડી કરવાની રીત બતાવો...!!*
થોડી જ વારમાં કપડાની ઘડી કરતા શીખવતા બેથી ત્રણ લાખ વિડિયો સ્ક્રીન ઉપર જોવા મળશે, જે જોઈને પતિદેવ સરળતાથી પરફેક્ટ રીતે કપડાની ઘડી કરી આપશે..
આ બધું છતાં પણ પતિદેવ માટે તો જોખમી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ઘરનું રસોડું જ છે. બળી ગયેલા વાસણો, અવારનવાર વાગતું સ્મોક એલાર્મ, વેરવિખેર પડેલી વસ્તુઓ, આ બધું જ પતિદેવની રસોઈ કળાની કાબેલિયત દર્શાવે છે.
અહીં પણ પતિદેવને રસોઈ કળા શીખવા માટે સ્માર્ટ ફોન મદદરૂપ થાય છે. સ્માર્ટ ફોનમાં *રસોઈ કરવાની કળા* શીખવતી એપ ખૂબ જ મદદરૂપ થાય છે.
પછી તો સોશિયલ મીડિયામાં પતિદેવ ગર્વથી જાહેર કરે છે કે, *મેં તો આજે પાસ્તા બનાવ્યા..*
જો કે આ વાત જાહેર કરતી વખતે તેઓ ઈરાદાપૂર્વક એવું નહીં જણાવે કે, *પાસ્તા બનાવવાનું શીખવા માટે મેં ચાર કુકિંગ ચેનલ જોઈ, ૨૪ જેટલા રિવ્યુ જોયા, અને ત્યાર પછી પણ મમ્મીને એક ઈમરજન્સી કોલ કરવો પડ્યો, ત્યારે પાસ્તા તૈયાર થયા..*
આ બધું છતાં પણ, આપણે એટલું તો માનવું જ પડશે કે દુનિયાએ પ્રગતિ તો કરી જ છે. અને આપણે આ પ્રવૃત્તિને ચિયર્સ તો કરવું જ પડે.
વિદાય વેળાએ : તમારી પાસે ભલે કોઈ મોટા લક્ઝરીયસ બંગલા જેવું ઘર હોય,
પરંતુ જો તમે કુલર કે ફ્રીજ ઉપર સામાન નથી રાખતા, તો તમે સાચા ભારતીય નાગરિક નથી..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial