Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ચૂંટણી પ્રચારના સાહિત્યના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિકાત્મક આદેશો જાહેર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ સંદર્ભે ચોપાનીયા, ભીંતપત્રો સહિતના મુદ્રણ અને પ્રકાશન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તે મુજબ મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા વગરના ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ સંદર્ભે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતના સમગ્ર વિસ્તારમાં તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ સમગ્ર વિસ્તારમાં ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, વિગેરેના મુદ્રણ અને પ્રકાશન સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે, જે અનુસાર કોઇ પણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામામાં ન હોય અને છાપેલ પ્રતની સંખ્યા દર્શાવેલ ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં. અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં અને આવા હોર્ડીંગ્સની સાઈઝ ૧૫ ફૂટ- ૮ ફૂટ તથા કટઆઉટની સાઇઝ ૮ ફૂટથી વધવી જોઈએ નહીં. 

 કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યક્તિઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. આ જોગવાઇ પુરતું. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રક એ શબ્દતના તે પ્રમાણે અર્થ થશે.

છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખના નિયત નમૂનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીને રજુ કરવાની રહેશે. છાપકામની કોઇપણ બાબત જે ગેરકાયદે અપરાધ પૂર્વગ્રહ ઉભો કરતા અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમાજ અથવા ભાષા અથવા સામાવાળાના ચરિત્ર પર જીવલેણ હુમલા જેવી વાંધાજનક બાબતો હોવી જોઇએ નહીં.

આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં  સુધી અમલમાં રહેશે તેમજ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial