Sensex

વિગતવાર સમાચાર

રૂ।.સાડા ત્રણ લાખના ચેક પરતના કેસમાં આરોપીનો અદાલતમાં છૂટકારો

ફાયનાન્સિયલ પેઢીએ કરી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક આસામી સામે ફાયનાન્સિયલ પેઢીએ રૂ।.૩ લાખ ૫૦ હજારના ચેક પરતની ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરમાં ક્રિષ્ના ફાયનાન્સ નામની પેઢી ચલાવતા અલ્પેશ જશુભાઈ રાઠોડ પાસેથી રૂ।.સાડા ત્રણ લાખની લક્ષ્મણભાઈ ઘુસાભાઈ સાકરીયાએ લોન લીધી હતી. તે માટે લક્ષ્મણભાઈએ રૂ।.સાડા ત્રણ લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલવા પર આવતા અદાલતે ફરિયાદી કાયદેસરનંુ લેણું સાબિત કરી શક્યા નથી તે દલીલ સ્વીકારી આરોપી લક્ષ્મણભાઈ સાકરીયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા, પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial