Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા બોલાચાલી પછી મહિલા પર હલ્લો

મહિલાએ પતિ સામે પોલીસમાં કરી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક મહિલાને સપ્તાહ પૂર્વે સાંજના સમયે દિગ્વિજય પ્લોટ પાસે તેમના પતિએ આંતરી લઈ અગાઉ થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ગાળો ભાંડ્યા પછી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે સરદારનગરમાં રહેતા શહેનાઝબેન વસીમભાઈ ખફી નામના પરિણીતા ગઈ તા.૩૦ની સાંજે દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૦ પાસેથી સ્કૂટર પર પસાર થતા હતા.

આ વેળાએ ત્યાં ધસી આવેલા તેમના પતિ વસીમભાઈ હાજીભાઈ ખફીએ રોકી લઈ ગાળો ભાંડી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. અગાઉ પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા પછી પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા પછી પતિ વસીમે માર મારી મુંઢ ઈજા કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial