Sensex

વિગતવાર સમાચાર

લેપટોપ તથા સાઉન્ડ સિસ્ટમ અપાવ્યા પછી હપ્તો ભરવાનું કહેતા વેપારીને અપાઈ ધમકી

સોનાનો ચેઈન પરત માંગતા મામલો બગડી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક સોની વેપારીએ પોતાના મિત્રને લેપટોપ તથા સાઉન્ડ સીસ્ટમ અપાવી દેવા ઉપરાંત સોનાનો ચેઈન લગ્નમાં પહેરવા માટે આપ્યા પછી હપ્તે લીધેલી વસ્તુનો હપ્તો ભરવાનું કહેતા તેઓને ગાળો ભાંડવામાં આવી હતી. તેથી વેપારીએ પોતાનો ચેઈન પરત માંગતા પતાવી દેવાની ધમકી અપાઈ હતી. વિશ્વાસઘાત કરનાર વ્યક્તિ સામે વેપારીએ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના આણદા બાવા ચકલા વિસ્તાર નજીક કચેરી ફળી પાસે સોની ડેલીમાં વસવાટ કરતા અને ચાંદી બજારમાં દુકાન ધરાવતા હિમાંશુભાઈ જયંતિલાલ વજાણી નામના સોની વેપારી ગયા ઓક્ટોબર મહિનામાં ૧૧ તારીખે સવારના સમયે પોતાની દુકાને હતા ત્યારે આણદાબાવા ચકલા નજીક તળાવ ફળીમાં રહેતા અને હિમાંશુભાઈના પાંચેક વર્ષથી પરિચયમાં રહેલા જીજ્ઞેશ દિનેશભાઈ સોલંકી ઉર્ફે જીગાએ આવીને મારા દીકરાને લેપટોપ લેવું છે તેમ કહેતા હિમાંશુભાઈએ પોતાના બજાજ ફાયનાન્સના કાર્ડ પરથી રૂ।.૯૯૯૯૯નંુ લેપટોપ લઈ આપ્યું હતું.

ત્યારપછી દસેક દિવસે વિત્યે જીજ્ઞેશે લગ્નમાં પહેરવા માટે સોનાનો ચેઈન આપવાનું કહેતા દસ ગ્રામથી વધુ વજનનો ચેઈન હિમાંશુભાઈએ પહેરવા આપ્યો હતો અને તે પછી બે સપ્તાહ વિત્યે જીજ્ઞેશે સાઉન્ડ સીસ્ટમ ખરીદવા માટે વાત કરતા હિમાંશુભાઈએ પોતાની ખાનગી બેંકના એકાઉન્ટમાંથી લોન કરાવી આપી હતી. તેનો હપ્તો જીજ્ઞેશે ભરવાનો હતો.

પ્રથમ હપ્તો ભર્યા પછી જીજ્ઞેશે બાકીના હપ્તા ન ભરતા હિમાંશુભાઈએ હપ્તો ભરવાનું કહ્યું હતું અને પોતાનો સોનાનો ચેઈન પરત માંગ્યો હતો. તેની સામે જીજ્ઞેશ સોલંકીએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોતાની સાથે વિશ્વાસઘાત થયાની ફરિયાદ હિમાંશુભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial