શ્વાનના ખસીકરણની વાતો માત્ર કાગળ પર?
જામનગર તા. ૭: ભાણવડના ખરાવાડ વિસ્તારમાં વસવાટ કરતા એક શ્રમિક પરિવારના પાંચ વર્ષના પુત્ર પર ગઈકાલે એક હિંસક શ્વાને ઘાતક હુમલો કરી આડેધડ બચકા ભરતા લોહીલુહાણ બની ગયેલા આ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેણે ટૂંકી સારવારના અંતે દમ તોડી દીધો છે.
ભાણવડ શહેરના ખરાવાડ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા એક પરિવારના વિરાજ નામના પાંચ વર્ષના પુત્રને ગઈકાલે જ્યારે પોતાના ઘર પાસે આ બાળક રમી રહ્યો હતો ત્યારે એક કૂતરાએ બચકા ભરી લીધા હતા. લોહીલુહાણ બની ગયેલા વિરાજ નામના બાળકે ચીસો પાડતા અન્ય વ્યક્તિઓ દોડી આવ્યા હતા અને તેઓએ ખુંખાર બની ગયેલા કૂતરાને ભગાડી દીધો હતો. ત્યારપછી આ બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા પછી ટૂંકી સારવારના અંતે વિરાજે અંતિમ શ્વાસ લેતા તેનો પરિવાર સ્તબ્ધ બની ગયો છે. બનાવની પોલીસને પણ જાણ કરવામાં આવી છે. હોસ્પિટલના પટાંગણમાં આ માસૂમ બાળકના માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયંુ હતું. સ્થાનિક તંત્ર દ્વારા રખડતા શ્વાનના ત્રાસને રોકી શકવામાં આવતો નથી ત્યારે શેરી-ગલીઓમાં હિંસક શ્વાનની સંખ્યા વધતી જઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial