Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કાનાલુસમાં યુવાન તથા તેના માતાને ગાળો ભાંડી ત્રણ પિતરાઈ દ્વારા હુમલો

શંકરટેકરીમાં ભાઈએ બહેનને પાઈપ ફટકાર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં માતા સાથે રહેતી યુવતીને ઘરમાંથી તેનો સગો ભાઈ કાઢી મૂકવા ઈચ્છતો હતો. તે બાબતે ગઈકાલે આ યુવતીને ભાઈએ ગાળો ભાંડી ધમકી આપવા ઉપરાંત પગમાં પાઈપ ફટકાર્યાે હતો. જ્યારે લાલપુરના કાનાલુસમાં એક યુવાન પર કાકાના બે દીકરા તથા એક દીકરીએ હુમલો કરી ગાળો ભાંડી હતી.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાછળ વસવાટ કરતા રેશ્માબેન યુસુફભાઈ ખુરેશી (ઉ.વ.ર૭) નામના યુવતી પોતાના માતા સાથે ત્યાં રહેતા હોવાનું તેમના સગા ભાઈ અજીત યુસુફભાઈ ખુરેશીને ગમતું ન હતું. રેશ્માબેનને ઘરમાંથી કાઢી મૂકવા ઈચ્છતા અજીતે ગઈકાલે સવારે પોતાના સગા બહેનને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત પાઈપથી પગમાં ફટકો મારતા રેશ્માબેને તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા કૃષ્ણસિંહ ભરતભાઈ કછવા ઉર્ફે કિશન નામના યુવાન તથા તેના માતા રવિવારે સાંજે પોતાના ઘરે હતા ત્યારે સુનિલ દિલીપભાઈ કછવા, પિયુષ દિલીપભાઈ ઉર્ફે પીલ્લો તથા કાજલબેન દિલીપભાઈ ધસી આવ્યા હતા.

કિશનના દાદીનું તાજેતરમાં અવસાન થયું હતું અને પરિવારના સભ્યો એકઠા થઈને ક્રિયા માટે કાર્યક્રમ નક્કી કરતા હતા ત્યારે કિશન અગાઉ પોતાના કાકાની દીકરીને ભગાડીને લઈ ગયો હોવાથી કેટલાક વ્યક્તિઓએ તેને મોઢું દેખાડવાની ના પાડી દીધી હતી તેમ છતાં કિશન અને તેના મામા ત્યાં આવતા તેઓને ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત પિયુષે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial