Sensex

વિગતવાર સમાચાર

કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરતા પટણી જમાતે બેનરો લગાવ્યા

જામનગરમાં કાલાવડ નાકા બહાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના કાલાવડ નાકા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના બહિષ્કાર અંગે બેનરો લગાવવામાં આવ્યા છે. અને જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આથી રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. તમામ પક્ષો સક્રિય થઈ ચૂક્યા છે અને ક્યાંક અવર-જવર પણ ચાલુ થઈ છે ત્યારે કાલાવડ નાકા બહાર બ્રિજ પાસે કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરતા બેનરો લગાવવામાં આવતા ચર્ચા જાગી છે. પટણી જમાતના પ્રમુખ અને સેક્રેટરીના નામથી અપીલ કરતા બેનરમાં લખાયું છે કે આપણા સમાજ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરવામાં આવેલ છે. આથી સમાજના કોઈપણ વ્યક્તિએ સમાજ વિરૂદ્ધ કાર્ય કરવું નહીં.

આમ, આ બાબતે વોર્ડ નંબર ૧૨મા ચૂંટણી ભારે રસાકસીવાળી બનશે તેવા એંધાણો જોવા મળી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial