Sensex

વિગતવાર સમાચાર

પાવર પ્લાન્ટ્સની સુરક્ષા માટેે ઈરાન બનાવશે માનવ સાંકળ

ટ્રમ્પે ખૂલ્લી ધમકી આપી હોવાથી

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૭: ટ્રમ્પની ખુલ્લી ધમકી વચ્ચે ઈરાને નવી યોજના તૈયાર કરી છે, અને યુવાનોને પરમાણુ સ્થળોની આસપાસ ભેગા થવાનું આહ્વાન કર્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની હુમલાની ધમકીના જવાબમાં ઈરાને તેના પાવર પ્લાન્ટ્સને સુરક્ષિત રાખવા માટે માનવ સાંકળ બનાવવાનું આહ્વાન કર્યું છે.

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની ટ્રમ્પની સમયમર્યાદા સમાપ્ત થવાના થોડા કલાકો બાકી છે. યુએસે ઈરાનના તમામ પાવર પ્લાન્ટ અને પુલોને સંપૂર્ણપણે નાશ કરવાની ધમકી આપી છે. ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી આ ચિંતાજનક ચેતવણી વચ્ચે તેહરાને તેના નાગરિકોને દેશના માળખાગત સુવિધાઓના રક્ષણ માટે માનવ સાંકળ બનાવવાનું આહ્વાન કર્યું છે.

હકીકતમાં ટ્રમ્પની સમયમર્યાદા બુધવારે સવારે ૩-૩૦ વાગ્યે (સ્થાનિક સમય) સમાપ્ત થાય છે. આ પહેલા ઈરાનના રમતગમત અને યુવા મંત્રાલયે દેશના યુવાનો, જેમાં રમતવીરો, કલાકારો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છેે, ને મંગળવારે બપોરે ર વાગ્યે (સ્થાનિક સમય) થી પરમાણુ સ્થળોની આસપાસ ભેગા થવા માટે આહ્વાન કર્યું છે.

ઈરાનના મંત્રી અલીરેઝા રહીમીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ઘણાં યુનિવર્સિટી યુવાનો, યુવા કલાકારો અને યુવા સંગઠનોએ દેશના પાવર પ્લાન્ટની આસપાસ માનવ વર્તુળ અથવા માનવ સાંકળ બનાવવાનો પ્રસ્તાવ મૂકયો હતો. ઈરાની મંત્રીના જણાવ્યા મુજબ આ પ્રતિકાત્મક ક્રિયાને ઉજ્જવળ ભવિષ્ય માટે ઈરાનના યુવાનોની માનવ સાંકળ કહેવામાં આવે છે.

તેમણે ઉમેર્યું, અમને આશા છે કે આ માનવ સાંકળ દેશભરના યુવાનોની ભાગીદારી સાથે પાવર પ્લાન્ટની આસપાસ રચાશે, અને તે દેશના મળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે યુવાનોની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

ઉલ્લેખનિય છે કે, ટ્રમ્પે ઈરાનને મંગળાર સુધીનો સમય આપ્યો હતો, અને જો તેઓ કોઈ કરાર નહીં કરે અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં તો આખો દેશ રાતોરાત નાશ પામી શકે છેે. આ સમય દરમિયાન ઈરાનના બધા પાવર પ્લાન્ટ અને પુલ નાશ પામશે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમણે ઈરાનને પહેલાથી જ પૂરતો સમય આપી દીધો છે અન દરેક વખતે પીછેેહઠ કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે, પરંતુ આ વખતે પરફેક્ટ પ્લાન ઘડાયો હોવાનું જણાવી તેમણે મક્કમતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial