આગામી તા. ૨૬-૫-૨૦૨૬ના દિવસે
જામનગર તા. ૧૯: કાલાવડ તાલુકામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬/૦૫/૨૦૨૬ ના સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તા.૨૦ મે સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ નીચે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે.
જે અંતર્ગત જો ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવકને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તેમજ તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહીં. કાલાવડ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, કાલાવડની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial