Sensex

વિગતવાર સમાચાર

ભાણવડ તાલુકાના જામપરમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ૪૦ યુનિટ રકત એકત્રઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૦:  ભાણવડ તાલુકાના જામપરમાં શ્રી જમનભાઈ ધનજીભાઈ ખીરસરિયા તેમજ જમનભાઈ વીરજીભાઈ ખીરસરિયા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં તાલુકા હેલ્થ કચેરી ભાણવડ તેમજ મોરઝર આરોગ્ય કેન્દ્ર તેમજ જામપર ગામ ના આરોગ્ય મંદિરની ટીમ દ્વારા બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૪૦ યુનિટ જેટલું બ્લડ એકત્ર થયું હતું. આ બ્લ્ડ જામ ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં એનાયત કરવામાં આવેલ જે થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને ઉપયોગમાં આવશે. આ પ્રસંગે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. રોગ નિદાન કેમ્પમાં ઋષિભાઈ રામકબીર તેમજ તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ તેમજ રાજેશભાઈ ઘેટિયા દ્વારા આનુષંગિક વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ઉપરાંત આ સપ્તાહના તમામ સ્વયંસેવકોએ સહકાર આપેલ અને રક્તદાન કરવામાં આવ્યું હતું. કેમ્પની સફળતા માટે  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ચોબીસા દ્વારા જામપરના સી.એચ.ઓ શ્રી જીલ ગોધાસરા અને તેમની આરોગ્ય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કેમ્પનું લાયઝનિંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચાંડેગરા દ્વારા કરવામાં આવ્યું હતું. લોકોએ દર ત્રણ મહિને રકતદાન કરવું જોઈએ એવી અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial