Sensex

વિગતવાર સમાચાર

ખંભાળીયામાં ગંદા જળ વિતરણના મુદ્દે નવા પાલિકા પ્રમુખે તંત્રને દોડાવ્યું: તાકીદની બેઠક

જે વિસ્તારમાં ગંદુ પાણી આવે, ત્યાંની જવાબદારી નક્કી કરાશે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૦: ખંભાળીયામાં નગરજનોને ગંદા પાણીનું વિતરણ થતા હોવાના ગંભીર પ્રશ્ને નવા વરાયેલા પ્રમુખ વિજયભાઈ કણઝારીયાએ ચાર્જ સંભાળીને આ પ્રશ્નના ઉકેલ માટે પ્રયાસો હાથ ધર્યા છે.

ખંભાળીયા પાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયાએ સાથી સદસ્યો તથા હોદ્દેદારો સાથે ગઈકાલે જ બેઠક યોજીને પાણી ગંદુ આવે તે માટે જેતે કર્મચારી-અધિકારીની જવાબદારી ફીક્સ કરી છે. જેમના વિસ્તારમાં ગંદુ પાણી આવે તેમણે તેને અટકાવવા સંપૂર્ણ પ્રયત્નો સાથેના ખર્ચ માટે તમામ છૂટ પણ છતાં જો ગંદુ પાણી આવશે તો પછી જે-તે અધિકારી-કર્મચારી સામે પગલા લેવામાં આવશે.

તેમણે પાલિકાના હાલના ઈજનેર તથા જુના ઈજનેર એન.આર. નંદાણીયા, અગાઉ પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવી ગયેલ રાજુભાઈ વ્યાસ તથા હેમુભાઈ ગોર તથા તમામ વાલ્વમેન તથા વોટર વર્કસ સ્ટાફની ખાસ બેઠક યોજીને આ પ્રશ્ન ક્યાંથી આવે છે અને ભૂતકાળમાં આવા પ્રશ્નોમાં શું થયેલું, ક્યા પગલા લેવાયા હતાં તેનું આયોજન કરીને સીરદર્દ સમાન બની ગયેલા ખંભાળીયા શહેરના ગંદા પાણીના પ્રશ્નને મૂળમાંથી કાઢવા આયોજન શરૂ કર્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial