
લાલપુર મામલતદારને
જામનગર તા. ૨૦: જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા ભારત સરકાર સમક્ષ કેમિસ્ટો અને દવાઓના વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખી વિવિધ મહત્ત્વપૂર્ણ માંગણીઓ સાથે લાલપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ હિરેન સાંગાણી તથા સચિવ વિપુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રજૂઆત કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જીએસઆર ૨૨૦(ઈ) તા. ૨૬-૩-૨૦૨૦ તેમજ જીએસઆર ૮૧૭(ઈ) તા. ૨૮-૮-૨૦૧૮ની નોટિફિકેશન પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા જણાવાયુ હતું કે આ નોટિફિકેશનોથી કેમિસ્ટો અને દવાઓના વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બજારમાં ગેરવાજબી તથા શોષણકારી ભાવ નિયંત્રણ અટકાવવા અને ન્યાયસંગત વેપાર પદ્ધતિ અમલમાં આવે તે માટે યોગ્ય નીતિઓ લાગૂ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. જાહેર આરોગ્યની સુરક્ષા તેમજ લાખો કેમિસ્ટોના રોજગાર અને જીવનનિર્વાહને સુરક્ષિત રાખવા સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે સરકાર આ મુદ્દાઓ ગંભીરતાથી લઈ સમયસર યોગ્ય નિર્ણય કરશે. તાકીદની દવાઓ માટે ઓશવાળ હોસ્પિટલ મેડિકલ, સમર્પણ હોસ્પિટલ (સોહમ મેડિકલ), યુનિક મેડિકલ, જનતા મેડિકલ-જી.જી. હોસ્પિટલ, હ્નિમ હોસ્પિટલ (હ્નિમ મેડિકલ)-શાલિગ્રામને ખુલ્લા રાખવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial