
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગરિકોને
ખંભાળિયા તા. ૨૦: ભારત સરકાર દ્વારા આગામી સમયમાં 'વસ્તીગણતરી-૨૦૨૭' હાથ ધરાનાર છે, જેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તા. ૧ જૂનથી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (ઘર યાદી અને મકાનોની ગણતરી) હાથ ધરાનાર છે. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા તા. ૧૭ મેથી ૩૧ મે સુધી સેલ્ફ-એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ માટે પોર્ટલ જી.ષ્ઠીહજેજ.ર્ખ્તદૃ.ૈહ કાર્યરત કરવામાં આવ્યું છે. જનગણના ૨૦૨૭ માં સક્રિયપણે જોડાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ જણાવ્યું કે, નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) અપલોડ કરવાના રહેતા નથી. ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ 'એસઈ આઈડી' જનરેટ થશે, જેનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ 'એસઈ આઈડી' નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર તેમના ઘરે રૂબરૂ મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી દર્શાવવાની રહેશે.
વધુમાં કલેકટરે કહૃાું કે, મેં સ્વયં મારી સ્વ-ગણતરી જાતે જ ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે. વસ્તી ગણતરીએ અત્યંત મહત્વનું કાર્ય છે. નાગરિકો દ્વારા આપવામાં આવતી સચોટ માહિતી ભવિષ્યમાં સરકારને જનસુખાકારી અને જનકલ્યાણના નિર્ણયો લેવામાં અગતયનું માધ્યમ બનશે. જેનો સીધો લાભ નાગરિકોને જ પ્રાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial