
જામનગરમાં ડિમોલીશન થયા પછી
જામનગર તા. ર૦: જામનગરની ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત ઈમારતના ડિમોલીશન પછી હવે ત્યાં નવા બાંધકામનો પ્રારંભ થયો છે. ત્રણેક વર્ષ પછી આ નવા ફ્લેટ જુના મકાનધારકોને પરત સોંપવામાં આવશે.
ન્યુ સાધના કોલોનીમાં જર્જરિત ઈમારતોના ડિમોલીશન પછી હાઉસીંગ બોર્ડ દ્વારા અનેક વખત આવાસ ધારકો સાથે બેઠક કરી છતાં ઉકેલ આવ્યો ન હતો.
આખરે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અંતે તેમણે દરમિયાનગીરી કરી હતી. આ પછી ફ્લેેટ ધારકોની માંગ સ્વીકારાઈ હતી.
જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા તેમને પ૦૦૦ રૂપિયા ભાડુ ચૂકવાશે. આ પછી એગ્રીમેન્ટ કરી હાઉસીંગ બોર્ડ દ્વારા સાધના કોલોનીના નવા ફલેટો બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ બાંધકામનું કામ પૂર્ણ થતા અઢીથી ત્રણ વર્ષ થશે અને જે-તે ફ્લેટ ધારકોને નવા ફ્લેટ ફાળવી દેવામાં આવશે ત્યાં સુધી પ્રતિમાસ પ૦૦૦ લેખે હાઉસીંગ બોર્ડ દરેકને ભાડા રકમ પેટે ચૂકવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial