
'નીટ'ની પરીક્ષાના પેપર લીકના મામલે
જામનગર તા. ૨૦: 'નીટ' ની પરીક્ષાના પેપર લીક મામલે જામનગરમાં ડીકેવી સર્કલ પાસે ગઈકાલે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
તાજેતરમાં નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એ પહેલા જ પેપર લીક થઈ ગયુ અને આખરે સરકારે પરીક્ષા રદ્ કરવાની ફરજ પડી હતી. પરીણામે દેશભરના ૨૨ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. થોડા સમય પહેલા પણ નીટની પરીક્ષાનું પેપર લીક થયુ હતું જે આ પછી ફરી વખત પેપર લીક થતા ઈતિહાસનું પૂનરાવર્તન થયું છે. અને લાખો વિદ્યાર્થીઓ હતાશ થયા છે અને માનસિક તણાવમાં ચાલ્યા ગયા છે.
સરકારની આ ઘોર બેદરકારી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા અંગે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો- કાર્યકરો દ્વારા ગઈકાલે સાંજે ડીકેવી સર્કલ પાસે શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અને સુત્રોચાર તથા ધરણા પણ કર્યા હતાં.
પ્રદર્શનકારીઓએ માંગણી કરી હતી, કે શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે- વારંવાર થતા પેપર લીકના બનાવથી શિક્ષણ પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવુ જોઈએ.
લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં મુકનારી એ વ્યવસ્થિત ક્ષતિની જવાબદારી સરકાર સ્વીકારે, રાત-દિવસ એક કરીને મહેનત કરનાર ૨૨ લાખ વિદ્યાર્થીઓ સામે ન્યાય આપે અને આ કૌભાંડના મુખ્ય સુત્રધારો સામે કડક કાયદેસર કાયદાકીય પગલા લેવામાં આવે.
જે વિદ્યાર્થી ડોકટર બનીને દેશની સેવા કરવા માંગે છે તેની મહેનત ઉપર પાણી ફેરવાનનું પાપ આ સરકાર કરી રહી છે. ભૂતકાળની ઘટનામાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી. જ્યા સુધી વિદ્યાર્થીને ન્યાય નહી મળે અને જવાબદારો સામે પગલા લેવામાં નહીં આવે. ત્યા સુધી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ શાંત બેસસે નહીં અને આ લડતને વધુ ઉગ્ર બનાવશે.
ગઈકાલે શર્ટ ઉતારીને અર્ધનગ્ન હાલતમાં ધરણાં પ્રદર્શન કરવામાં કાર્યક્રમમાં મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, ડો. તૌસીફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, દેવરાજ ગોહિલ કોર્પોટર સહારાબેન મકવાણા, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, અને અતુલભાઈ ઉપરાંત ભંડેરી, જયદિપસિંહ ઝાલા, હનિફ મલેક, એડવોકેટ કેતન દોઢિયા, છત્રપાલસિંહ જાડેજા, કિશન નજાર, મોહસીન ખફી, સાજીદ બ્લોચ, ભારદ્વાજ મહેતા, અજયસિંહ પરમાર, આદિત્યસિંહ સોઢા, દિવ્યરાજસિંહ જાડેજા, રમીઝ નોઈડા, મુકરમ કુરેશી સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial