
એક શખ્સ તથા ચાર મહિલા સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરના ખંભાળિયા નાકા પાસે આવેલી મીણાદાતારની દરગાહ નજીક ગયા શનિવારે રાત્રે ત્યાં અગાઉ રહેતા એક મહિલા જૂના પાડોશમાં આવ્યા ત્યારે અગાઉની માથાકૂટનો ખાર રાખી એક શખસ તથા ચાર મહિલાએ તેમના પર હુમલો કર્યાે હતો. આ શખ્સે તે મહિલાને બચકુ ભરી લઈ જાતીય સતામણી પણ કરી હતી તેવી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલી મીણાદાતારની દરગાહ નજીક અગાઉ વસવાટ કરતા અને હાલમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક પાસે આશીર્વાદદીપ-૩માં રહેતા બબીતાદેવી તુકારામ કાંબલે (ઉ.વ.૪૦) નામના મહિલા ગયા શનિવારે પોતાના જૂના પાડોશમાં આવ્યા હતા.
તે દરમિયાન અગાઉ તેમની બાજુમાં રહેતા ઝરીનાબેન સાથે બે વર્ષ પહેલાં તેઓને થયેલા ઝઘડાનો ખાર રાખી ઝરીનાબેન તેમજ તેમની પુત્રી આસરીન, અલવીના, ફરીદાબેન તથા ઝરીનાબેનના પુત્ર અનુએ તેમના પર હુમલો કરી દીધો હતો. આસરીન, અલવીના તથા ઝરીનાબેને ધકકો મારી બબીતાબેનને પછાડી દીધા હતા. જ્યારે ફરીદાબેન તથા અનુએ માર માર્યાે હતો અને અનુએ બચકુ ભરી લઈ જાતીય સતામણી કરી હતી. બબીતાદેવીએ પાંચેય સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial