Sensex

વિગતવાર સમાચાર

જામજોધપુરના પરડવાની સીમમાં જામેલા જુગાર પર દરોડોઃ છ ઝબ્બે

રૂ।.૩૮,પ૦૦ની રોકડ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામજોધપુરના પરડવા ગામની સીમમાં ગઈકાલે સાંજે ઝાડ નીચે એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા છને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૩૮૫૦૦ રોકડા કબજે કરાયા હતા.

જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં એક ખેતર નજીક ઝાડ પાસે ગઈકાલે સાંજે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પરડવાની માધવા સીમમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે લીમડાના ઝાડ નીચે તીનપત્તી રમતા હરદાસભાઈ હરભમભાઈ ઓડેદરા, જીતેશભાઈ રાજાભાઈ ડવ, રમેશભાઈ મોહનભાઈ સોલંકી, સવજીભાઈ રૂડાભાઈ વિંઝુડા, રાજેશભાઈ ભીમાભાઈ ખાટડીયા, હરસુખભાઈ ભુરાભાઈ જલુ નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૩૮૫૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial