
ચારેક લાખના ફોન મૂળ માલિકોને પરત મળ્યાઃ
જામનગર તા. ૨૦: જામનગરના ૨૦ આસામીના ખોવાઈ ગયેલા મોબાઈલ શોધી કાઢી પોલીસે પરત સોંપી આપ્યા છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જુદા જુદા સમયે વર્ષ ૨૦૨૩થી વર્ષ ૨૦૨૫ દરમિયાન ૨૦ જેટલા આસામીના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હતા. તેની પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
ઉપરોક્ત ફોન અંગે પોલીસ દ્વારા પીઆઈ એન.એમ. ગઢવીના વડપણ હેઠળ કરાઈ રહેલી તપાસમાં ત્રણ ફોન રાજકોટ જિલ્લા તથા એક ફોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવા ઉપરાંત અન્ય ૧૬ ફોનના પણ સગડ મળ્યા હતા. અંદાજે રૂ।.૩૯૦૧૯૫ની કિંમતના તે તમામ ફોન હસ્તગત કરી પોલીસે તેના મૂળ માલિકોને પરત સોંપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial